સુરત: કતારગામમાં કારખાનામાંથી 24 લાખના હીરાની ચોરી
પૂર્વ કારીગરે સાગરીતો સાથે મળી ચોરીને આપ્યો અંજામ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણને ઝડપી પાડ્યો
કતારગામ વિસ્તારમાં આવેલા હિરાના ખાતામાંથી લાખોના હિરાની ચોરી કરી ભાગી છુટેલા ત્રણ ને કતારગામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેશ ઝવેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે કતારગામ જેરામ મોરારની વાડીમાં તેઓનું એસ.પી. ડાયમંડ ખાતુ છે જ્યાંથી અજાણ્યા ચોર ઈસમો ટેબલના ખાનામાંથી 23 લાખ 45 હજાર થી વધુના હિરાની ચોરી કરી ભાગી છુટ્યા હતા આ મામલે કતારગામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. અને તપાસ કરી રહેલી ટીમોએ ત્રણ રીઢા ચોરો જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ નરશી ચૌધરી, યોગેશકુમાર ઉર્ફે ચકો રાયમલ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને ઝડપી પાડી તમામ ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.