સુરતમાં ગાંજાના જથ્થા સાથે 2 ઝડપાયા
આરોપીઓ પાસેથી 2 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો
પોલીસે વિક્કી યાદવ અને કરણસિંગની ધરપકડ કરી
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ગોડાદરા પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં નશા મુક્ત સુરત બનાવવા પોલીસ મેદાને છે ત્યારે ગોડાદરા પોલીસની ટીમે બાતમીના આધારે ગોડાદરા પોલીસ મથકની હદમાં દેવધ ચોકી પાસે વોચ ગોઠવી ત્યાંથી મોપેડ પર પસાર થતા બે આરોપીઓ વિક્કી યાદવ અને કરણસિંગને આંતરી તેઓ પાસે તપાસ કરતા તેઓ પાસેથી બે કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ અને મોપેડ મળી 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
