વડોદરાથી પકડાયેલા આતંકી મામલે મોટો ખુલાસો

Featured Video Play Icon
Spread the love

વડોદરાથી પકડાયેલા આતંકી મામલે મોટો ખુલાસો
આતંકી સહરૂલ ઇસ્લામ AK-47 અને કારતૂસ સાથે ઝડપાયો
હાલોલ હાઈવે પર દર્શન હોટલ પાસે આરોપીને દબચ્યો

ગુજરાત એટીએસ દ્વારા વડોદરા નજીકથી આતંકી સહરૂલ ઇસ્લામ એકે-૪૭ અને કારતૂસ સાથે ઝડપાયો છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આ આતંકીએ એરફોર્સ સ્ટેશનની રેકી કર્યાની આશંકા છે

ગુજરાત ATS દ્વારા વડોદરા નજીકથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સહરૂલ ઇસ્લામના કેસમાં મોટા ખુલાસા થયા છે. ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપીનું નામ મહમદ સહરૂલ ઇસ્લામ છે અને તેની ઉંમર 24 વર્ષ છે. તે મૂળ આસામનો રહેવાસી છે અને જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા એક વર્ષથી હેન્ડલરના સંપર્કમાં હતો અને આશરે દોઢ વર્ષથી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની માહિતી મળી છે. ATSના DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, ATS ના DYSP હર્ષ ઉપાધ્યાયને વડોદરાની મિલન હોટેલમાં એક શંકાસ્પદ વ્યક્તિ રોકાયો હોવાની માહિતી મળી હતી. આરોપીએ હોટેલમાં પોતાના અસલી ઓળખપત્રો આપીને રૂમ લીધો હતો, પરંતુ પેમેન્ટ કર્યા બાદ ચેકઆઉટ કર્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો. ATSની ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય માહિતીના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી. લગભગ સાત દિવસ સુધી ટ્રેકિંગ કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો

તપાસ દરમિયાન આરોપી પાસેથી એક ઓટોમેટિક AK-47 રાઇફલ, 23 જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ, બે મોબાઇલ ફોન અને જૈશ-એ-મોહમ્મદનો ઝંડો મળી આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આરોપી બેગપેક સાથે બસ મારફતે મુસાફરી કરી રહ્યો હતો. ATSએ તેને ઝડપી પાડ્યા બાદ હથિયારો અને અન્ય વસ્તુઓ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓને પણ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *