માંડવી વી.કે નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ યોગ દિન

Featured Video Play Icon
Spread the love

માંડવી વી.કે નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ યોગ દિન
સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોગા દિન ઉજવાયો

માંડવી સ્થિત વી કેર નર્સિંગ કોલેજ ખાતે આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પ્રભુ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સંગઠન પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી સ્થિત વી કેર નર્સિંગ કોલેજ ખાતે આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યોગ આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સશક્ત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. સૌએ નિયમિત યોગને જીવનશૈલીનો ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે યોગને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *