ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે

રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે, બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ અને ઠંડા પીણાંનો આશ્રય લઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *