વી.કેર કોલેજ ઓફ નર્સિંગ લેમ્પ લાઈટિંગ, ઓથ ટેકિંગ શપથ ગ્રહણ
સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિકેટ કોલેજ ઓફ નર્સિંગ માંડવી જિલ્લો સુરત મુકામે તારીખ 14 ફેબ્રુઆરી 26 ના રોજ સાંજે 5:00 કલાકે લેમ્પ લાઇટિંગ અને ઓટ ટેકિંગ સેરેમની નો કાર્યક્રમ બારડોલી લોકસભા મતવિસ્તારના સાંસદ પ્રભુ વસાવાના મુખ્ય અતિથિ પદે યોજવામાં આવ્યો,
જેમાં અતિથિ વિશેષ તરીકે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના મંત્રી રાજેશ પટેલ, સીએમઓ ડોક્ટર ગંગારામ કાંતિયા તથા મોટી સંખ્યામાં માંડવી નગરના તથા તાલુકાના રાજકીય તેમજ સામાજિક અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મિહિર વસાવાએ સંસ્થાનો ચિતાર રજૂ કર્યો, વી કેર કોલેજ ઓફ નર્સિંગના આચાર્ય પૂર્વીબેને સ્વાગત પ્રવચન કર્યું. તેમજ નર્સિંગ કોલેજની સ્ટુડન્ટોએ ફલોરેન્સ નાઈટ એંગલના જીવન ચરિત્રનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું તેમજ વીકેર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને માટે પ્રેરણાદાયી ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે વી કેર નર્સિંગ કોલેજની સ્ટુડન્ટો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
