સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોરીને ઝડપ્યા
રીઢા સુનિલ ઉર્ફે સમો મુકુંદ રાઠોડને ઝડપી પાડ્યા
ઘરફોડ ચોરીમાં ગયેલ 3.1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનર રીઢાને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશરની સુચનાને લઈ પીઆઈ આરએમ ઠાકોરની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અરવિંદભાઈ અને અપોકો જયેશકુમારને મળેલી બાતમીના આધારે ઉધનામાં ઘરફોડ ચોરને અંજામ આપનાર રીઢા સુનિલ ઉર્ફે સમો મુકુંદ રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ 3.1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
