ડુમસમાં બિલ્ડિંગ પરથી પટકાતા અઢી વર્ષના બાળકનું મોત

Featured Video Play Icon
Spread the love

ડુમસમાં બિલ્ડિંગ પરથી પટકાતા અઢી વર્ષના બાળકનું મોત
નિર્માણાધીન બિલ્ડિંગના 10મા માળેથી બાળક પટકાયું
ગંભીર ઈજાઓથી માસૂમનું કરુણ મોત
માતા-પિતા કામ પર હતા ત્યારે બની દુર્ઘટના

સુરતમાં બાળકો પર ઘાટ આવી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ડુમસમાં અઢી વર્ષનો બાળક બિલ્ડીંગ પરથી પટકાતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

સુરતના ડુમસ વિસ્તારમાં નવનિર્માણ બિલ્ડીંગ પર એક દુર્ઘટના બની હતી. વાત એમ છે કે મુળ યુપીના મહુના અને સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા તથા ડુમસ વિસ્તારમા એક નવી બંધાઈ રહેલી બિલ્ડીંગ પર કડીયા કામ કરતા માતા પિતા પોતાના અઢી વર્ષના બાળકને લઈને ગયા હોય જ્યાં 10મા માળે બાળક રમતા રમતા નીચે પટકાતા માસુમ બાળાને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો ઘટનાને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યો હતો. બીજી તરફ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તો શ્રમજીવી પરિવારમાં બે દીકરામાંથી એકનુ મોત થતા શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *