સુરત : એટીએમ છેતરપિંડીના બે આરોપી ઝડપાયા
પાંડેસરામાં પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી
એટીએમ કાર્ડની અદલાબદલી કરી ટ્રાન્જેક્શન કરતા
રાજકુમાર પાસવાન અને રવિકુમાર પાસવાનની ધરપકડ
એટીએમ સેન્ટરમાં જઈ લોકોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી નાંખી પૈસા વિડ્રોલ કરતા બેને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતની પાંડેસરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં આવેલા એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોળવી તેઓનો વિશ્વાસ કેળવી એટીએમ કાર્ડ બદલી નાંખનાર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને એટીએમ કાર્ડ બદલી નાંખી તેના આધારે પૈસા વિડ્રોલ કરતા બે આરોપીઓમુળ બિહારના અને હાલ નવસારી ખાતે રહેતા રાજકુમાર નંદકિશોર પાસવાન તથા રવિકુમાર વિરેન્દ્ર પાસવાનને ઝડપી પાડ્યા હતાં અને તેઓ પાસેથી રોકડા 10 હજાર તથા અલગ અલગ બેન્કના 15 એટીએમ કાડ કબ્જે લઈ બન્નેની વધુ પુછપરછ હાથ ધરી હતી.
