બારડોલી નગરમાં તિરંગા યાત્રાનું આયોજન
ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યાત્રાનું આયોજન
લીંમડા ચોકથી સ્વરાજ આશ્રમ સુધી યાત્રા યોજાઈ
બારડોલી ગુરૂવારઃ ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બારડોલી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા ની થીમ સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
વંદે માતરમ, ભારત માતાની જય ના નારા સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા બી.એ.બી.એસ. હાઇસ્કુલથી સ્વરાજ આશ્રમ સુધી યોજાઈ હતી. તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મેશ પટેલ, પ્રાંત અધિકારી જીજ્ઞાબેનપરમાર, ઈ.મામલતદારશ્રી મેહુલ પટેલ, અગ્રણી અનંત જૈન, પોલીસ જવાનો, બારડોલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…
