ઉધનામાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી

Featured Video Play Icon
Spread the love

ઉધનામાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી
સંકલન બેઠકમાં મનુ પટેલે ઉધના માટે અશાંતધારાની કરી માંગ
સુરત સંકલન બેઠકમાં ઉધનાના અશાંતધારાનો મુદ્દો ચર્ચામાં

સુરત પોલીસ કમિશનર કચેરીએ મળેલી સંકલનની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય દ્વારા અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉધનામાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી.

સુરત પોલીસ કમિશનર કચેરીએ આયોજિત સંકલનની બેઠકમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં અશાંતધારો લાગુ નથી જેથી  ઉધના વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી ધારાસભ્ય મનુ પટેલે માંગ કરી હતી. ઉધના વિસ્તારમાં પણ મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે. હિન્દુઓના ઘર મુસ્લિમ સમાજના લોકો ખરીદી રહ્યા છે. ઉધના વિસ્તારમાં અશાંતધારો લાગુ નથી હવે ત્યાં અશાંતધારા કાયદા ની જરૂર છે તેમ ધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું. ઉધના વિસ્તારમાં અંબર નગરમાં પહેલા જૂજ મુસ્લિમોના ઘરો હતા. પરંતુ હવે મુસ્લિમ સમુદાયના ઘરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ કમિશનર દ્વારા આયોજીત સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તો ધારાસભ્યની આ માંગણી ગાંધીનગર પહોંચાડવામાં આવશે. ત્યારબાદ અશાંતધારો ઉધના વિસ્તારમાં પણ લાગુ કરવામાં આવે તેવી કામગીરી કરવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *