હથિયારના નકલી લાયસન્સ કૌભાંડના તાર સુરત સુધી લંબાયા.

Featured Video Play Icon
Spread the love

હથિયાર પરવાના કૌભાંડમાં ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.
ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપક અને 16 ને વોન્ટેડ જાહેર કર્યા

સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે મળીને બોગસ વેપન લાઇસન્સ કૌભાંડનો મોટો ખુલાસો થયો છે. આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાઇસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઈશ્યૂ કરવામાં આવ્યાં હતાં. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ થાય છે.

આ કૌભાંડમાં ચોંકાવનારી વાત એ પણ છે કે, લાઇસન્સ મેળવનાર વ્યક્તિઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નહોતા. માત્ર નકલી સરનામા અને દસ્તાવેજોના આધારે તેમને લાઇસન્સ અપાયાં હતાં. પોલીસે હાલ આવા ત્રણ લોકોની ધરપકડ કરી છે સાથે બોગસ લાઇસન્સના આધારે હથિયાર આપનાર ગજાનન ગન હાઉસના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિયાણાનો આસિફ હોવાનું સામે આવ્યું છે. જે લોકો પાસેથી દસ્તાવેજો એકઠા કરીને નાગાલેન્ડનાં બોગસ લાઇસન્સ તૈયાર કરાવી તેમને હથિયાર આપતો હતો. આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેને વ્યક્તિગત સુરક્ષા માટે અથવા શોબાજી કરવા હથિયારની જરૂર હતી અને નિયમ પ્રમાણે લાઇસન્સ મેળવવા યોગ્ય ના હોય, આવા લોકો આસિફના સંપર્કમાં આવતા હતા. ત્યાર બાદ તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કુરિયરના માધ્યમથી મગાવવામાં આવતા હતા.કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાઇસન્સ તૈયાર કરાવતો હતો. એક લાઇસન્સ બનાવવાની કિંમત અંદાજે 8થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી. લાઇસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાઇસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનન ગન હાઉસના માલિક અતુલકુમાર ચીમનભાઈ પટેલે નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે કુલ 51 હથિયાર વેચ્યાં હોવાનું કબૂલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 20 પ્રકારની રિવોલ્વર, પિસ્તોલ અને ડબલ બેરલ ગન સહિત કુલ 93 કારતૂસ જપ્ત કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *