સુરત મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ પૂર્ણ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ પૂર્ણ
આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો
મેયરે કહ્યું સુરત શહેરને નંબર-૧ બનાવવાનો સતત પ્રયાસ

સુરત મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરનો કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

સુરત મનપામાં મેયરનો કાર્યકાળ પૂર્ણ થતા મેયર અને ડેપ્યુટી મેયરને માનભેર વિદાય આપવામાં આવી. મેયર દક્ષેશ માવાણીએ પોતાના સંબોધનમાં વર્ષ 1995થી અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં સેવા આપનાર તમામ મેયરોને યાદ કર્યા. કાર્યક્રમ દરમિયાન કાર્યકાળ દરમ્યાન ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ફૂલો આપી વધાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, પોતાના કાર્યકાળ દરમ્યાન થયેલા તમામ પ્રયાસો દ્વારા સુરત શહેરને નંબર-૧ બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *