સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે પોલીસની લાલ આંખ
ઉત્રાણ પોલીસે ઉત્રાણના વેલંજા ખાતેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી ઉત્રાણના વેલંજા ખાતેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં જાણે નકલીની બોલબાલા વધી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે સુરતમાં ફરી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ઉત્રાણ પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી કાર્યવાહી કરી હતી. ઉત્રાણમાં આવેલ ઉમરા વેલંજા અવસર પ્લાઝામાં પોલીસે દરોડા પાડી ત્યાંથી સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગ કરી વેચવામાં આવતું હતું શંકાસ્પદ નકલી ઘી ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 3.50 લાખની કિંમતના શંકાસ્પદ ઘીના ડબ્બા તથા 1.44 લાખથી વધુની કિંમતની મશીનરી, એસેસની બોટલ, કલરની બોટલ, થર્મોમીટર સહિત કબ્જે કરી નિહાર મોવલીયા અને પિયુષ સાંગાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
