સુરતમાં ફરી પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ યુદ્ધનુ મેદાન બન્યુ
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુડા હાથની મારામારી
સુરતમાં ફરી યુનિવર્સિટી કેમ્પસ જાણે વિદ્યાર્થીઓ માટે યુદ્ધનુ મેદાન બન્યુ હોય તેમ પીપી સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુડા હાથની મારામારી થઈ હતી.
સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ મચી હતી. સુરતના માંગરોળના ધામરોડ પાટીયા પાસે આવેલી પી.પી.સવાણી યુનિવર્સિટીમાં કેમ્પસ જાણે યુદ્ધનુ મેદાન બન્યુ હોય તેમ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક બીજા પર તૂટી પડ્યા હતાં. કોઈક કારણસર વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ થઈ હતી. અને એકબીજા પર ગુંડાઓની જેમ તૂટી પડ્યા હતા. જાણે યુનિવર્સિટીનું વિદ્યાર્થીઓ પર કન્ટ્રોલ નહિ હોય તેમ પી.પી. સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ છાસવારે બબાલ કરે છે અને તેના વીડિયો સોસીયલ મિડિયામાં વાયરલ પમ થાય છે. ત્યારે વિદ્યાર્થીઓ સામે રહેમ રાખતા વિદ્યાર્થીઓ ફાટીને ધુમાડે ચઢ્યા હોય જેથી કડક કાર્યવાહની માંગ ઉઠી છે.
