સુરત ઉધનામાં મકાનની લોબી અચાનક ધરાશાયી

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધનામાં મકાનની લોબી અચાનક ધરાશાયી
દીવાલ અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓમાં વધારો
પ્રથમ માળે ફસાયેલા બે મહિલા સહિત પાંચ લોકોનું રેસ્ક્યુ

સુરતના ઉધના વિસ્તારમાં એક રહેણાંક મકાનની લોબી અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રથમ માળે ફસાયેલા બે મહિલા સહિત પાંચ લોકોને સ્થાનિકો અને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સહિસલામત રીતે બહાર કાઢ્યા હતાં.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોબી ધરાશાયી થતાં પ્રથમ માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા. ઘટના જાણ થતાં સ્થાનિક રહિશો તરત જ મદદે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે મહિલા સહિત કુલ પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દીવાલ અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *