કામરેજ ગ્રામ પંચાયતમાં ફરી વિવાદ સર્જાયો
સીસી રોડ બન્યો ન હોય અને રૂ.4.50 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવાઇ ગયાનો આક્ષેપ
ગ્રામજનો સરપંચ, તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ધસી ગયા
સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતમાં ફરી વિવાદ સર્જાયો છે ગ્રામજનો દ્વારા સીસી રોડ બન્યો ન હોય અને તેના રૂપિયા 4.50 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવાઇ ગયાનો આક્ષેપ કરાઈ રહ્યા છે.
આ છે કામરેજ ગામનું બજાર જ્યાં ઝંડા ચોક છે વાત જાણે એમ છે કે ઝંડા ચોક થી માછીવાડ સુધી જતો આ જર્જરિત રોડ આશરે 8 થી 10 વર્ષ પેહલા બન્યો હતો. પણ જ્યારે કામરેજ બજારમા આ atvtની ગ્રાન્ટની તખ્તી લોકો એ જોઈ ત્યારે વિચાર મા પડ્યા કે રોડ તો બન્યો નથી અને આ સાડા ચાર લાખ રૂપિયા ની ગ્રાન્ટ નુ થયુ શું ? ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા આ બાબતની તપાસ અને અરજી કરતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઇટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપનો દોર શરૂ થયો અને સરપંચ, તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ધસી ગયા હતા. કામરેજ ગામ ના ઝંડા ચોક થી માછીવાડ સુધી ના CC રોડ બાબતે જ્યારે અમે માછીવાડ ના રહીશો સાથે વાત કરી તો તેઓ નો પણ શું જવાબ હતો જોઈએ . ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરાતા ગામના સરપંચ કિંજલ શાહ દ્વારા જણાવવામાં આવ્યુ કે વર્ષ 2024 – 25 ની atvt ની 4 લાખ 50હજાર ની ગ્રાન્ટ હતી જેમા ઝંડા ચોક થી માછીવાડ સુધી નુ કામ હતુ જે કરાયુ છે અને કામ પૂર્ણ થયા નુ પ્રમાણપત્ર પણ મળ્યું છે જણાવી ગ્રામજનો ના આક્ષેપ ને ફગાવી દીધા હતા. એક તરફ ગ્રામ જનો cc રોડ બન્યો જ નથી અને ગ્રામ પંચાયત એ ભ્રષ્ટાચાર કર્યા નો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ બધુ બરાબર હોવાનુ જણાવી રહ્યા છે તેવામાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી
રહી છે
