દાહોદમાં ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ
સતત ત્રીજા વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી
શોભાયાત્રામાં નરસિંહમાં, દધીચી મહારાજ, આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
શ્રી એસી ભક્તિ વેદાંતા સ્વામી પ્રભુપદાની મૂર્તિ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું

ઇસ્કોન મંદિર દાહોદ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઊજવણીકરવામાં આવી હતી દર વર્ષે આશરે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા 16 અગસ્તથી 17 અગસ્ત સુધી જન્માષ્ટમી મહોત્સવ મનાવશે. આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તૂટે તેમ માનવામાં આવી રહ્યું છે.

દાહોદ માય સ્કૂલ મંદિર ખાતે જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષે આ મહોત્સવની લોકો જોરશોરથી ઉજવણી કરતા હોય છે. ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઇ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી દર્શનાર્થીઓને અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શન ટેલિકાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળવાનો લહાવો લઈ શકે. તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તેના માટે તકેદારી રાખવામાં આવી હતી સાથે જ ભક્તો માટે પૂરતી પાર્કિંગ ની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેની સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં નરસિંહમાં, દધીચી મહારાજ, ઇસ્કોન સ્થાપક શ્રી એ સી ભક્તિ વેદાંતા સ્વામી પ્રભુપદા ની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી, ભક્તોએ મન મૂકીને કૃષ્ણ લીલામાં ડૂબી ગયા હતા. ખૂબ જ તે જ વરસાદમાં પણ લોકોએ શોભાયાત્રામાં જોડાઈ કૃષ્ણ ભક્તિનું મોહ બતાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબત્ત પણ જોવામાં આવ્યું હતું તેમજ શ્રી જગદીશ મહારાજ પ્રેરિત રામાનંદ પાર્ક ના લડ્ડુ એકેડમી દ્વારા કરાટે પ્રસ્તુત કરી લોકોને મનમુક્ત કર્યા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *