અમદાવાદમાં 2 દાયકાના સામ્રાજ્યનો 45 મિનિટમાં અંત
પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો,
બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો લલ્લા બિહારી
પોલીસે કમિશનર જી.એસ.મલિકે સ્થળ મુલાકાત લઇ વધુ માહિતી આપી
બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા અને એ બિહારી એટલે આ લલ્લા બિહારી. અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે. તે બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ અજમેરનો રહેવાસી હોવા છતાં તે પોતાને બિહારનો હોવાનું કહેતો હતો અને ધીમે ધીમે પોતાની ઓળખ લલ્લા બિહારી તરીકે ઊભી કરી દીધી હતી. કોઈ પણ બાંગ્લાદેશી ગુજરાતમાં આવે અને તેને અમદાવાદમાં રહેવું હોય તો તેને બંગાળથી જ કેટલાક એજન્ટો લલ્લા બિહારીનું નામ આપતા હતા, એક વખત કોઈ બાંગ્લાદેશી અહીં આવી જાય. ત્યારબાદ તેને પહેલા રહેવાની ત્યારબાદ ડોક્યુમેન્ટ ઊભા કરવાની અને અહીંયાં નાની મોટી મજૂરી કરવાનું કામ પણ તે આપી દેતો હતો. એક રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓને સાચવવાનું કામની તેણે શરૂઆત કરી હતી. ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું. હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહોમ્મદની ધરપકડ કરી લીધી છે. આ સાથે તેમની સહિત 8 વીજ માફિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી તેમને ઝડપવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ પોલીસે કમિશનર જી.એસ.મલિકે સ્થળ મુલાકાત લઇ વધુ માહિતી આપી છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને જણાવ્યા અનુસાર લલ્લા બિહારી અહીં ગેરકાયદે મકાન ગોડાઉન ઊભાં કરવાની સાથે ભાડાની આવક તેમજ જે મહિલા પીડિત હોય તેને વેશ્યાવૃતિમાં ધકેલવા માટે પ્રયાસ કરતો હતો. અને તે પ્રમાણે તેણે અહીંયાં અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અહીં અનેક લોકો લલ્લાના ત્રાસથી દબાયેલા છે અને હજી સુધી તે સામે આવી રહ્યા નથી પરંતુ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના સામ્રાજ્યનો અંત કરવા માટે પ્રયાસ શરૂ કર્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી