વડોદરા વાઘોડિયાના દબંગ નેતાનો મોટો રાજકીય ધમાકો
મધુ શ્રીવાસ્તવે નવો પક્ષ બનાવવાની કરી સત્તાવાર જાહેરાત
ભાજપ કોંગ્રેસ નહીં, અમારું ત્રીજું નેત્ર હશે
વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે મોટો રાજકીય ધમાકો કર્યો છે. મધુ શ્રીવાસ્તવે નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે. મધુ શ્રીવાસ્તવે વડોદરામાં ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી
વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડ્યા બાદ હવે નવો પક્ષ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. 1995થી સતત 6 વખત જીતેલા મધુ શ્રીવાસ્તવને 2022 માં ભાજપે ટિકિટ ન આપતાં લડ્યા હતા અપક્ષ તરીકે પણ પરાજિત થયા હતા. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપ–કોંગ્રેસ જ નહી પરંતુ સાચા, નિષ્ઠાવાન ઉમેદવારો ઊભા રાખીશું. કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતના કામોમાં ચાલી રહેલો ખુલ્લો ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નવા નેતૃત્વની જરૂર છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગતરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, બે નંબરના ધંધા, સરકારની નિષ્ક્રિયતા સામે નવો પક્ષ બનાવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
