સુરતના ઉધના મગદલ્લા રોડ પર અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના મગદલ્લા રોડ પર અસામાજિક તત્વોનો આતંક
સોમનાથ સોસાયટી ખાતે બે સોસાયટી વચ્ચે પતરાનો શેડ
એક પક્ષ દ્વારા તોડી પડાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના ઉધના મગદલ્લા રોડ પર સોમનાથ સોસાયટી ખાતે બે સોસાયટી વચ્ચે પતરાનો શેડ ઉભો કરી દેવાતા એક પક્ષ દ્વારા તોડી પડાયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા નથી. ત્યારે ઉધના મગદલ્લા રોડ પર શનિદેવ મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ચામુંડા માતા મંદિરવાલી શેરીમાં 15મી જુનના રોજ બે સોસાયટી વચ્ચે પતરાનો શેડ ઉભો કરાયો હોય જેને લઈ એક સોસાયટીના રહિશો દ્વારા આ પતરાની આખી વોલ તોડી પાડવામાં આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં અને વિડીયોમાં કેદ થઈ હતી. તો આ રસ્તો બંધ કરાતા ઉશ્કેરાટમાં ગુનો આચરાયો હોવાનુ દેખાઈ રહ્યુ છે. જો કે પતરાની દિવાલ તોડી પાડતી વેળાએ વાતાવરણ તંગ બન્યુ હતુ અને એક વ્યક્તિને પથ્થર વાગતા માથુ પણ ફુટી ગયુ હતું. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *