સુરતની કાપોદ્રા પોલીસનો તેરા તુજ કો અર્પણ
3 લાખથી વધુની કિંમતના મોબાઈલ મુળ માલિકોને પરત
સુરતની કાપોદ્રા પોલીસે ખોવાયેલા કે ગુમ થયેલા મળી આવેલા 3 લાખથી વધુની કિંમતના મોબાઈલ મુળ માલિકોને પરત કર્યા હતાં.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝન ના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમબી ઔસુરા અને એમઆર સોલંકીની ટીમે ખોવાયેલા કે ચોરાયેલા 3 લાખ 20 હજારની કિંમતના 15 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકોને પરત કર્યા હતાં.
