સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં ટીબીએમ મશીન સફળ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં ટીબીએમ મશીન સફળ
ચોક બજાર ખાતે ટીબીએમ મશીન સફળતા પુર્વક બહાર આવ્યુ
2.8 કિમી લાંબુ અંતર કાપી ટીબીએમ મશીન બહાર આવ્યુ

સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે ચોક બજાર ખાતે ટીબીએમ મશીન સફળતા પુર્વક બહાર આવ્યુ છે. 2.8 કિમી લાંબુ અંતર કાપી ટીબીએમ મશન ચોકમાં બહાર આવ્યુ છે.

ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેકથ્રુ થયુ છે. મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા મળી હોય તેમ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે. આ સાથે જ ડાઉનલાઇન ટનલનું કામ પૂર્ણ થતાં મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિમી લાંબું અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે. ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો હતો. જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું. અને ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તો સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *