કામરેજ તાલુકાના શામપુરા ખાતે ખેડૂતો માટે તાલુકા કક્ષાનો કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

કામરેજ તાલુકાના શામપુરા ખાતે ખેડૂતો માટે તાલુકા કક્ષાનો કાર્યક્રમ
પીએમ કિસાન સમ્માન નિધી યોજના હેઠળ 22મા હપ્તાનું વિતરણ
આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 નિમિત્તે મિલેટ્સ મેળો યોજાયો
વિવિધ યોજના ના લાભાર્થીઓને રૂ. 8 લાખથી વધુ ની સહાયના ચેકો વિતરણ
મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત

કામરેજ તાલુકાના શામપુરા ગામે ખેડૂતો માટે મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો. PM કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોને 22મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 નિમિત્તે તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો પણ યોજાયો હતો.

શામપુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મિલેટ્સ મેળામાં વિવિધ અનાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને ખેડૂતોને મિલેટ્સના ઉત્પાદન તેમજ ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને કુલ 8 લાખ રૂપિયા થી વધુની સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે અને મિલેટ્સના પાકનું ઉત્પાદન વધારે અને તેમની આવકમાં વધારો થાય તે અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ

આજ ના કાર્યક્રમ કામરેજ તાલુકાના ખેડૂત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેતી નિષ્ણાતો દ્વારા આપવામા આવેલા માર્ગ દર્શન ને અનુસરવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો ને અનુરોધ કર્યો હતો જેથી ખેતી ની ફળદ્રુપતા જળવાઈ રહે અને પોષક અનાજ નુ ઉત્પાદન થઈ શકે

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કામરેજ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે રેખાબેન પંકજભાઈ પટેલ તેમજ લોકપ્રતિનિધિઓ મા હર્ષદભાઈ ધોડિયા , સુમનબેન રાઠોડ , મુકેશભાઈ રાઠોડ , તેજલ બેન મિસ્ત્રી તથા સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *