સુરતની ઉત્રાણ પોલીસના જુગારધામ પર દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસના જુગારધામ પર દરોડા
10 જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી

સુરતની ઉત્રાણ પોલીસે કઠોર ગામમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 10 જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ધર્મેન્દ્રગીરી અને અપોકો જાલાભાઈને મળેલી બાતમીના આધારે કઠોરગામમાં માછીવાડ ખાતે આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા હિરેન રાઠોડ, અરબાજ સીટી, ઉવેશ હાંસલોટ, રાજુ વસાવા, સોબાન ભઠીયારા, મોબીન તાઈ, બિલાલ શેખ, યાહિયા ભૈયાત અને નાઝીમ શેખને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત હજ્જારોની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *