સુરતની ઉત્રાણ પોલીસે ઘરફોડ ચોરી અને લુંટના આરોપીને ઝડપ્યા
નવસારીમાં ચાર ગુના આચર્યા હોવાની કબુલાત પણ કરી
રીઢા ચોરો અફઝલ ઉર્ફે કાલીયા ખાન, ફતેહખાન અને એક બાળ કિશોર
સુરતની ઉત્રાણ પોલીસે ઘરફોડ ચોરી અને લુંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો રીઢાઓએ સુરત શહેર, ગ્રામમ્ય અને નવસારીમાં ચાર ગુના આચર્યા હોવાની કબુલાત પણ કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાં બનતી ચોરી, લુંટ સહિતની ઘટનાઓનો ભેદ ઉકેલવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર સહિતની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ ડીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણસિંહ અને અહેકો સમીરભાઈને મળેલી બાતમીના આધારે રીઢા ચોરો અફઝલ ઉર્ફે કાલીયા ખાન, ફતેહખાન અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ઓટોમેટીક પંપ, કપડા, ચપ્પુ, મોંઘાદાટ સીગારેટના પેકેટ અને ગુટખા, તથા મોપેડ કબ્જે કરી હતી. તો રીઢાઓની પુછપરછ કરતા ઉત્રાણ સાથે લસકાણા, નવસારી અને કડોદરા જીઆઈડીસીમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને લુંટના ચાર ગુનાની કબુલાત કરી હતી. હાલ તો ઉત્રાણ પોલીસે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
