સુરતની લિંબાયત પોલીસે વાહનોની ચોરીનો પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસે વાહનોની ચોરીનો પર્દાફાશ કર્યો
એઆઈ એપ્લીકેશન દ્વારા ડુપ્લીકેટ આરસી બુક બનાવી વેચાણ
ગેંગને ઝડપી પાડી 12 જેટલા વાહનો કબ્જે કર્યા

સુરતની લિંબાયત પોલીસે સુરતના જુદાજુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી એઆઈ એપ્લીકેશન દ્વારા ડુપ્લીકેટ આરસી બુક બનાવી વેચાણ કરનાર ગેંગને ઝડપી પાડી 12 જેટલા વાહનો કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિક્રમભાઈ તથા અનિરૂદ્ધસિંહને મળેલી બાતમીના આધારે સુરત શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી એઆઈ એપ્લીકેશન દ્વારા ડુપ્લીકેટ આરસી બુક બનાવી વેચાણ કરનાર ગેંગના રીઢાઓ મોઈન શેખ અને સોયેબ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી લિંબાયત, ગોડાદરા, સારોલી, પુણા સહિતના વિસ્તારોમાંથી ચોરાયેલ 12 વાહનો કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *