સુરતની હજીરા પોલીસે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો
કાંતિ પટેલના ખેતરમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો
અજીતસિંગ અને મુકેશ નામના ઈસમો ભાગી છુટતા વોન્ટેડ
સુરતની હજીરા પોલીસે જુનાગામ રાંગ ફળીયા ખાતે આવેલ કાંતિ પટેલના ખેતરમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર સૈફાલી બરવાલ તથા મદદનીશ પોલીસ કમિશનર એસ. ડેન્યલ્સના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીએલ પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હિમાંશુ તથા અપોકો નરેન્દ્રને મળેલી બાતમીના આધારે હજીરાના જુનાગામ રાંગ ફળીયા ખાતે આવેલ કાંતી પટેલના ખેતરમાં દરોડા પાડી ત્યાંથી કેમિકલ જેવુ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કેમિકલ તથા ટેમ્પો સહિતના વાહનો મળી આશરે 7 લાખ 63 હજારથી વધુનો જથ્થો કબ્જે કરી સ્થળ પરથી સંજય હરીરામ યાદવ, અખીલેશ અભયરાજ મૌર્ય, તુષાર પરસોત્તમ પટેલ, નીતિન હસમુખ પટેલ અને કાંતી ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે અજીતસિંગ અને મુકેશ નામના ઈસમો ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.
