સુરતની અડાજણ પોલીસે નરાધમને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની અડાજણ પોલીસે નરાધમને ઝડપ્યો
15 વર્ષ 10 મહિનાની સગીરા સાથે લગ્નની લાલચે બળાત્કાર
આરોપી અર્પિત આનંદપ્રકાશ ગુપ્તાને ઝડપી પાડ્યો

સુરતની અડાજણ પોલીસે 15 વર્ષ 10 મહિનાની સગીરાને લગ્નની લાલચે રાત્રીના સમયે ઘેનયુક્ત પ્રદાર્થ પીવડાવી બેભાન થતા બળાત્કાર ગુજારી એક બાળકની માતા બનાવનાર નરાધમને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચૌધરી દ્વારા પોક્સોના ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચનાને લઈ અડાજણ પીઆઈ વીએ જોગરાણાના ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ચિરાગભાઈ તથા પીસી જયદિપસિંહને મળેલી બાતમીના આધારે 15 વર્ષ 10 મહિનાની સગીરાને વર્ષ 2025માં લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પાલનપુર કેનાલ રોડ પર લઈ જઈ રાત્રીના સમયે કોલ્ડડ્રીક્સમાં ઘેનયુક્ત પ્રદાર્થ પિવડાવી દઈ બેભાન થતા બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી એક બાળકની માતા બનાવનાર નરાધમ મુળ યુપીનો અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા અર્પિત આનંદપ્રકાશ ગુપ્તાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *