સુરત : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતના પ્રવાસે
પાટીલના નિવાસસ્થાને ભારત-પાકની મેચ નિહાળી ભોજન લીધું,
ભોજન કર્યા બાદ અમિત શાહ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. તો રાત્રી ભોજન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ઘરે લઈ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ રવિવારે મોડી સાંજે સુરત આવી પહોંચ્યા હત જેઓનુ એરપોર્ટ પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ સ્વાગત કર્યુ હતું. તો ત્યારબાદ અમિત શાહે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના ઘરે પહોંચી રાત્રી ભોજન લીધુ હતું. અને ત્યાં ભાજપના ધારાસભ્યો, નેતાઓ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાત્રી રોકાણ સર્કિટ હાઉસમાં ક્રુય હતું. તો સી.આર. પાટીલના ઘરે અમિત શાહ આવી પહોંચતા મંત્રીઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. સોમવારે અમિત શાહ એન્થમ સર્કલ પર ઈસ્કોન મંદિરનુ ખાત મુર્હત કરશે.
