સુરત : એક વર્ષ પહેલાં સુરતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો!
પડોશી ભાભીએ એક યુવતી સાથે પરિચય કરાવ્યો
હાલ એક પરિણીતા ઝડપાઈ છે
સુરતની લિંબાયત પોલીસે એક વર્ષ પહેલા યુવાને કરેલા આપઘાત મામલે બે પરિણીતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો હાલ એક પરિણીતા ઝડપાઈ છે.
લીંબાયત વિસ્તારમાં રહેતા યુવાને એક વર્ષ અગાઉ કરેલા આપઘાત મામલે બે પરિણીતા સામે પોલીસે તપાસ બાદ ગુનો દાખલ કર્યો છે. એક પરિણીતા ઝડપાઈ હોય જ્યારે બીજી પરિણીતા ગર્ભવતી હોય પોલીસના હાથ વેંતમાં છે. સ્યુસાઇડ નોટમાં યુવાને ઉલ્લેખ કર્યો હતો કે નીલમ અને શીતલ બંનેએ પૈસા પડાવ્યા હતાં. લિંબાયત વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી છે. પરવટ ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે બે પરિણીતાઓ સામે આત્મહત્યાની દુત્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વધુમાં એક વર્ષ પહેલા તેમની જ સોસાયટીમાં રહેતી પરિણીતાઓ નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા. બંનેએ ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આગળ જઈ બંનેએ મળીને અમરકાંતને ધાક-ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
