સુરત પાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન સામે આવ્યું
લોન માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી
પોલીસે સફાઇ કામદાર સહિત ચારની ધરપકડ કરી
સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ લોન લેવા માટે પાલિકાના નકલી એનઓસી બેંકમાં આપી 10 લાખની લોન લીધી હોવાની ફરિયાદ નોંદાતા અઠવા પોલીસે ચારની ધરપકડ કરી છે.
સુરત મહાનગર પાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી રૂપિયા 10 લાખની લોન લીધી હતી. તો સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારની ધરપકડ કરી હતી. બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે મામલે બેંક દ્વારા જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો આ ઉપરાંત આ કારસ્તાનમાં બેંકનો મેનેજરનો પણ સમાવેશ છે. કારણકે, એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી જેથી પોલીસે બેંક મેનેજરની પણ ધરપકડ કરાઈ છે. હાલ તો આ આ બનાવમાંમનપાના સફાઈ કર્મચારી બળવંત નટવર સોલંકી સાથે લોન એજન્ટ નીલેશ ઉત્તમ ગોહિલ, અંકિત નવીન ચૌધરી તથા એસબીઆઈના બેંક મેનેજર ક્રિષ્નાકુમાર ઝાની પોલીસે ધરપકડ કરી છે.
