સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય
વોટર મીટરના બિલોને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે
અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો

સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય લીધો છે જેમાં વોટર મીટરના બિલો ને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે જેથી સુરત મનપા સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી વેરા વસૂલ કરશે તેમ લાગે છે.

સુરત શહેરના મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના લઈને પાલિકા એ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વોટર ટેક્સ્ટ પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે. સુરત શહેરમાં કુલ 24 લાખથી વધુ ઘરો છે છતાં પણ આ યોજનામાં માત્ર ૭૫ હજાર જ વોટર મીટર લાગ્યા છે આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થવા પામ્યો હતો. જેમાં મોટા વરાછા કોસાડ અમરોલી છાપરાભાઠા વરીયાવ પર્વત પુણા સહિત ૪૨ હજાર ઘરોમાં મીટર બિલ વસૂલવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે. અને પ્રોપર્ટી ટેક્સમાં આ વોટર ચાર્જ ગણી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે અહીંયા જણાવવાનું કે 11 વર્ષ પહેલા યોજના શરૂ કરવામાં આવી હતી. રહેણાક તેમજ ધાર્મિક જોડાણો મળી કુલ 60,000 મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી છે. આ વેરો હવે પહેલી ઓક્ટોબર 2025 થી શરૂ થશે. સુરત શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે પણ તેનું બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *