સુરત મનપાનો ઈતિહાસ રચતો 200 કરોડનો ગ્રીન બોન્ડ લોન્ચ

Featured Video Play Icon
Spread the love

સુરત મનપાનો ઈતિહાસ રચતો 200 કરોડનો ગ્રીન બોન્ડ લોન્ચ
પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ જાહેર કરીને સુરત મનપાએ ઈતિહાસ રચ્યો

સુરત મહાનગર પાલિકા દ્વારા 200 કરોડના ગ્રીન બોન્ડ ખુલ્લા મુક્યા છે જેનુ સબસ્ક્રિપ્શન 9 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે જે અંગે સુરત મનપા કમિશનરે માહિતી આપી હતી.

સુરત મનપાએ 200 કરોડના ગ્રીન બોન્ડ આજથી ખુલ્લા મુક્યા છે તો સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ 9 ઓક્ટોબર છે. આ બોન્ડમાં રોકાણ કરવા ઓછામાં ઓછું 10,000 અને તે પછી 1,000ના ગુણાંકમાં વધારી શકાશે. તો 8 ટકા વાર્ષિક વ્યાજ દર હોય જેથી અન્ય એફડી કરતાં આ ગ્રીન બોન્ડમાં રોકાણ માટેની શહેરીજનોને તક છે. આ બોન્ડ પર દર છ મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવશે. ડિમેટ એકાઉન્ટ, બેંક, ભીમ એપ, પેટીએમ થકી સબસ્ક્રિપ્શન કરી શકાશે. 60 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ એટલે કે ક્યુ.આઈ.બી., 25 ટકા કોર્પોરેટ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો એટલે કે એચ.એન.આઈ. તેમજ 15 ટકા રીટેઈલર ઈન્વેસ્ટરો માટે અનામત રખાયો છે. ગ્રીન બોન્ડ થકી શહેરના પર્યાવરણના વિકાસ માટે ભંડોળ એકત્ર કરશે. આ બોન્ડનો મુખ્ય ઉદ્દેશ સૌર-પવન ઉર્જા, ટ્રીટેડ વોટર રિસાયકલ અને રિ-યુઝ જેવા છ મહત્ત્વના ગ્રીન પ્રોજેક્ટો માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ બોન્ડને લંડનની ક્લાઈમેન્ટ બોન્ડ ઈનિશ્યિટિવ સંસ્થાએ પણ સર્ટીફાઇડ કર્યો છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા અર્બન અફેર્સ દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ આ ગ્રીન બોન્ડ આઈપીઓ બદલ પ્રોત્સાહન તરીકે પાલિકાને 20 કરોડની સબસિડી આપવામાં આવશે તેમ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *