સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા
ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ઘરફોડ ચોરીને અંજામ
સલીમ ઉર્ફે સાહીલ રફીક શેખ અને સરફરાજ અહમદ શબ્બીર અહમદ શેખ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંતર રાજ્ય એટલે કે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે ગત 21 જાન્યુઆરીના રોજ અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીઆનંદોસાયટીમાં રહેતા વૃદ્ધના મકાનમાંથી 20 ગ્રામ સોનુ, 150 ગ્રામ ચાંદી, કાંડા ઘડિયા, રોકડા રૂપિયા સહિત ની ચોરી કરી ભાગી છુટેલા આરોપીઓ આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીત સલીમ ઉર્ફે સાહીલ રફીક શેખ અને સરફરાજ અહમદ શબ્બીર અહમદ શેખને ઝડપી પાડ્યા હતાં તો પોલીસે આરોપીઓ પાસેથી કાર, ઘડીયાળો, રોકડા રૂપિયા, મોબાઈલ અને ઈન્ટરનેટ વાઈફાઈ રાઉટર મળી 4 લાખ 24 હજારથી વદુની મત્તા કબ્જે કરી હતી. તો આરોપીઓ ઝેનગી નામની મોબાઈલ ફોન એપનો ઉપોગ કરી વર્ચુઅલ નંબરમારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડી અડાજણના બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.
