સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલ ફોનનું રેકેટ પકડ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલ ફોનનું રેકેટ પકડ્યું
સાહીદ અરાફત શેખ તથા જુલકરનેન સૈયદને ઝડપી પાડ્યા
આરોપી જુલકરનેનનો ભાઈ આફ્રિકામાં હોય ત્યાં વેચતો

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલ ફોન સાઉથ આફ્રીકા ખાતે મંગાવી વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ધાડ લુંટ તથા ખુન અને ખુનની કોશિષ સ્કોડની ટીમે બાતમીના આધારે શહેરમાંચોરી થયેલા મોબાઈલ ફોન રાખનાર સાહીદ અરાફત શેખ તથા જુલકરનેન સૈયદને ઝડપી પાડ્યા હતાં. અને તેઓની પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે લઈ પુછપરછ હાથ ધરતા આરોપી જુલકરનેનનો ભાઈ આફ્રિકામાં હોય તે સુરતના મોબાઈલ ચોરો પાસેથી ચોરીના મોબાઈલ ખરીદી આફ્રિકા ખાતે મંગાવી ત્યાં વેચતો હોવાનુ સામે આવ્યુ હતું. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *