રૂવાપરી રોડ પરથી દેશી તમંચા સાથે સુનિલ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

રૂવાપરી રોડ પરથી દેશી તમંચા સાથે સુનિલ ઝડપાયો
પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે કુલ રૂપિયા 5000 ની કિંમતનો તમંચો કબ્જે કરી
શખ્સ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરના રૂવાપરી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઇ તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ રૂવાપરી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ વર્તણુંક સાથે નજરે ચડતા તેને અટકમાં લઇ નામ સરનામું પૂછવા સાથે તેની અંગજડતી હાથ ધરી હતી જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ સુનિલ મુકેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 31 રહે રૂવાપરી રોડ ભારતરોલિંગ વાળો ખાંચો મફતનગર વાળો હોવાનું જણાવેલ અને તેની પાસેથી અંગઝડતી દરમિયાન દેશી બનાવટ નો તમંચો એક કિંમત રૂપિયા 5000 નો મળી આવતા પોલીસે આ તમંચો કબ્જે કરી હથિયાર સાથે સુનિલને c ડિવિઝન પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 25 (1-બી)(એ) મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *