સુરતના કતારગામ ખાતે શિક્ષિકા દિકરીનો આપઘાત મામલો
દીકરીના મોક્ષાર્થે 1100 દિકરીઓને ભોજન
દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો
સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દિકરીએ કરેલા આપઘાતને લઈ તેની ઉત્તર ક્રિયામાં 1100 દિકરીઓને ભોજન કરાવ્યા બાદ તેમને સેલ્ફ ડિફેન્સ અંગે સમજાવાયુ હતું.
કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યકમ યોજાયો હતો. દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ હાજરી આપી હતી. દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતાં. તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી હતી જ્યારે મોટીવેશનલ સ્પીકર મનીષ વઘાસીયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
