અમરોલી પોલીસ સ્ટેશન હદમાં ચાકુના ઘા મારી લૂંટ

Featured Video Play Icon
Spread the love

અમરોલી પોલીસ સ્ટેશન હદમાં ચાકુના ઘા મારી લૂંટ
વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
આરોપી સંજય અરવિંદ જાદવને ઝડપી પાડ્યો

અમરોલી પોલીસ સ્ટેશન હદમાં ચાકુના ઘા મારી કેસ કલેકશનનની લુંટ કરાઈ હોય જે ગુનામાં ટીપ આપનાર વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમરોલી પોલીસ મથકની હદમાં ગત વર્ષે કલેકશનના રૂપિયા લઈ જતા યુવાનને આંતરી તેને ચપ્પુ મારી 7 લાખ 88 હજારથી વધુની ચલાવાયેલી લુંટના ગુનામાં લુંટારૂઓને ટીપ આપનાર મુળ આણંદના તારાપુરનો અને હાલ કામરેજ ખાતે રહેતા સંજય અરવિંદ જાદવને ઝડપી પાડી તેનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *