સોનગઢ : સામરકુવા ગામ ભ્રષ્ટાચારનો અખાડો બની ગયો છે
સામરકુવા ગામ હજી પણ આઝાદી પહેલાના સમયમાં જીવે છે.
મારુ ગામ મારી સમસ્યામાં જાણીએ ખેરવાડા પંચાયતના આ ગામની સમસ્યાઓ.
સોનગઢ તાલુકાના ખેરવાડા પંચાયતમાં આવેલ સામરકુવા ગામ, ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયો છે એના કારણે હજી પણ આઝાદી પહેલાના સમયમાં જીવી રહ્યો. મારુ ગામ મારી સમસ્યા વિશે એપિસોડમાં ચેનલની ટીમ આ ગામમાં પહોંચી ત્યારે લોકોએ શું કહ્યું સાંભળો…..
સોનગઢ તાલુકા ના માંડવી રોડ પર આવેલા ખેરવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સામરકુવા ગામ ની મુલાકાત લેવા મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડ અંતર્ગત ચેનલ ની ટીમ પહોંચી… ત્યારે આ ગામમાં રોડ રસ્તા વીજળી પાણી જાહેર શૌચાલય બ્લોક બધા કામમાં બસ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર જોવા મળ્યો. ગામમાં અનેક યોજનાઓના પૈસા ઓનલાઈન મંજૂર કરાવીને કામ થઈ ગયું છે એમ બતાવીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા એવા દ્રશ્યો અહીં સામે આવ્યા. એટલે કે કામો તો થયા છે પણ કાગળ પર જમીન પર નહીં. શાળા અને કોમ્યુનિટી હોલ ની બહાર બ્લોકનું કામ હોય, ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય. એમાં પણ સાચી દેખાય છે પણ પાઇપ લાઇન એ પાણી પહોંચતું દેખાતું નથી. ગામમાં મંજુર કરવામાં આવેલ જાહેર શૌચાલય પણ ગાયબ થઈ ગયું હોય એવું લાગે. ક્યાં તો પછી માત્ર કાગળ પર બનાવી પૈસા મંજૂર કરી લેવામાં આવ્યા છે અને ચાવું આવું કરી દેવામાં આવ્યા છે. ગામમાં રસ્તા બનવાને પણ વર્ષો થઈ ગયા. જેટલા કામો કાગળ પર દેખાય છે એટલા કામો જમીન પર દેખાતા નથી એનો મતલબ સ્પષ્ટ છે કે અહીં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ગામના સરપંચ ગામના તલાટી અને સોનગઢ તાલુકા પંચાયતમાં જેની જવાબદારી આ કામ જોવાની છે એ ત્રણે એ મળીને શું કાંડ કર્યો તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે??
આ ગામમાં પહોંચ્યા ત્યારે આ ગામની સમસ્યાઓ વિશે જણાવતા ગામ લોકોએ કહ્યું હતું કે અમે સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે અને એમને માંગ કરી છે કે તેઓ સ્થળ નિરીક્ષણ કરે અને જવાબદારો સામે કાયદેસર પગલાં ભરે. અત્યારે સોનગઢ તાલુકા વિકાસ અધિકારી લોકોને આ વેદનાને સમજીને ક્યારે આ ગામની મુલાકાત લેવા જાય છે તે જોવું નહીં?? અને ખરેખર જો તમે આ ગામની એક મુલાકાત લેવા જાવ તો તમને ઉપસ્થિત જણાશે કે જાણે તમે આઝાદી પહેલાના સમયમાં જીવતા કોઈ ગામની મુલાકાતે આવ્યા છે. વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે તે ક્યાં જાય છે તે મોટો સવાલ?? આદિવાસી સમાજના લોકોને વિકાસના મીઠા ફળ ચાટવાનો અધિકાર નથી?? અને કોણ ખાઈ ગયું આમના નામનું વિકાસ???
