સુરતમાં સોશીયલ મીડિયા થકી મિત્રતા કેળવી બળાત્કાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સોશીયલ મીડિયા થકી મિત્રતા કેળવી બળાત્કાર
વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારના નરાધમને ઈચ્છાપોર પોલીસે ઝડપ્યો
નરાધમ સાજીદ પઠાણને ઝડપી પાડ્યો

સુરતમાં સોશીયલ મીડિયા થકી મિત્રતા કેળવી વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારના નરાધમને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં સોશીયલ મીડિયા અને તેમાં પણ ઈન્સ્ટાગ્રામ-ફેસબુકની મિત્રતા વિદ્યાર્થીનીઓને ભારે પડી જતી હોય છે. ત્યારે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનો થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર નરાધમ સાજીદ પઠાણે સંપર્ક કર્યો હતો અને મીઠીમીઠી વાતો કર્યા બાદ વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથેના વિડીયો તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. અને નરાધમે વિદ્યાર્થીનીના ભાઈને પણ ધમકી આપી હોય જેને લઈ તાત્કાલિક બનાવ અંગે ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હતી અને નરાધમ સાજીદ પઠાણને ઝડપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા તેણે ગ્લાસની દુકાનમાં કામ કરતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *