રાજકોટ ગોંડલના એડવોકેટ દિનેશ પાતરના ગંભીર આક્ષેપ.
એસપી અને જયરાજસિંહ સામે ગંભીર આક્ષેપ.
બંને એક પછી ગુનામાં ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ
રાજકોટ ગોંડલના(ગોંડલ) સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા દિનેશ પાતરની તબિયત અચાનક લથડતા તેને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિનેશ પાતર ઉપર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારીમાં હોવાનો આરોપ હતો. હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા તેમજ જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરતા વાતે વધુ એક વળાંક લીધો છે.
રાજકોટ ગોંડલના (Gondal) સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ જામીન મુક્ત થયેલ દિનેશ પાતરે જણાવ્યું હતું કે, એક પછી એક ગુનાઓમાં તેને ખોટી રીતે ફીટ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ અંગે દિનેશ પાતરે દાવો કર્યો છે કે તે ફૂટેજ જિલ્લામાં પોલીસ વડા પાસે છે અને તેમાં જે વ્યક્તિઓ જોવા મળે છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ છે છતાં તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. વધુમાં, દિનેશે આક્ષેપ કર્યો કે બપોરે જામીન મળ્યા હોવા છતાં સાંજ સુધી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો.
ઘટનાની જાણ થતા મેઘવાળ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. સમગ્ર બનાવને લઈ પોલીસ તંત્ર અને લોકો વચ્ચે ઊંડો વિરોધભાવ જોવા મળ્યો છે. આ દરમિયાન, પાટીદાર યુવક પિયુષ રાદડીયાની તબિયત પણ લથડી ગઈ હતી. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તબિયત લથડતા પહેલા તેને ગોંડલની સરકારી હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વારંવાર થતા પોલીસ વિરોધી આક્ષેપો હવે સંપૂર્ણ તપાસનો વિષય બની ગયા છે. સાથે જ ગોંડલના માહોલને લઈને લોકોમાં પણ અલગ જ મુદ્દો બનતો જાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી