સુરતમાં ગેસ પુરવઠો ખુટી ગયો હોવાની અફવા
અફવાઓથી દુર રહેવા પુરવઠા અધિકારી દ્વારા પ્રજાને અપિલ
ગ્રાહકોને પેનિક નહી થવાનો અનુરોધ કર્યો
સુરતમાં ગેસ પુરવઠો ખુટી ગયો હોવાની અફવા વચ્ચે તંત્ર દ્વારા પુરતો પુરવઠો હોવાનુ અને અફવાઓથી દુર રહેવા પુરવઠા અધિકારી દ્વારા પ્રજાને અપિલ કરાઈ છે.
અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધની પરિસ્થિતિને લઈ ક્રુડ અને ગેસની અછત ઉભી થઈ હોવાની વાતો ફેલાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ગેસ પુરવઠો ખુટી ગયો હોવાની અફવા વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે અને અફવા થી દુર રહેવા તથા સુરત શહેર-જિલ્લામાં એલ.પી.જી. ગેસનો પૂરતો પુરવઠો હોવાનુ કહેવાયુ હતું. અને ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી જેથી ગ્રાહકોને પેનિક ન થવાનો અનુરોધ જિલ્લા પૂરવઠા અધિકારીએ કર્યો હતો.
