સુરતમાં હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીર અંગે નિયમ
ગ્રાહકોને સાચી માહિતી મળે તે માટે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી
નિયમનું પાલન નહીં કરે તો તેના સામે રૂપિયા 10 લાખ સુધીનો દંડ
સુરતમાં હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીર અંગે મોટો નિયમ લાગુ કરાયો છે. ગ્રાહકોને સાચી માહિતી મળે તે માટે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સાથે મળી તપાસ કરી હતી.
રાજ્ય સરકારની સૂચના મુજબ હવે તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અસલી છે કે એનાલોગ તેની સ્પષ્ટ માહિતી આપતો બોર્ડ લગાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. સુરત શહેરમાં એસઓજી ટીમ અને ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા લા પિનોઝ પિઝ્ઝા, ટાકો બેલા, બર્ગર કિંગ અને કેએફસી સહિત સહિત અનેક ફૂડ આઉટલેટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે સંચાલકો દ્વારા પનિર કે એનાલોગ પનિર અંગેનો બોર્ડ લગાવવામાં આવ્યો છે કે નહીં. અધિકારીઓએ તમામ સંચાલકોને 10 એપ્રિલ 2026 સુધીમાં ફરજિયાત બોર્ડ લગાવવાની સૂચના આપી છે. અને જો કોઈ સંચાલક આ નિયમનું પાલન નહીં કરે તો તેના સામે રૂપિયા 10 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવશે. તંત્ર દ્વારા સ્થળ પર જ સમજ આપવામાં આવી રહી છે અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ રહી છે.
