સરથાણાની લાઈબ્રેરીમાં ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલ પેદા થયા
આશરે દોઢેક વર્ષ પહેલા ‘આપ’ ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા કરાઇ હતી ફરિયાદ
લાઈબ્રેરીમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલીને ભંગાર અવસ્થામાં
સુરત ( Surat ) મનપાની સરથાણાની ( sarthana ) લાઈબ્રેરીમાં ( liabrary ) ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલ પેદા થયા છે. આશરે દોઢેક વર્ષ પહેલા જ ‘આપ’ ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, આ વાંચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલી ને ભંગાર અવસ્થામાં છે.
સુરત મહાનગરપાલિકાના સરથાણા વિસ્તારમાં આવેલ ( TP ) ટી.પી. ૨૧, ( FP ) ફા.પ્લોટ નં. ૧૧૪ માં આવેલ વાંચનાલયની ખુરશીઓ (Chair ) બાબતે ફરી એકવાર સવાલ પેદા થયા છે. આશરે દોઢેક વર્ષ પહેલા જ ‘આપ’ ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, આ વાંચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલી ને ભંગાર અવસ્થામાં છે. આજે દોઢ વર્ષ જેટલાં સમયગાળામાં પણ ગુજરાતની ( Gujarat ) સમૃદ્ધ ગણાતી સુરત મહાપાલિકા પાસે ખુરશી ખરીદવાનો સમય નથી. વર્ષે રૂ.૧૦,૦૦૦ કરોડથી પણ વધુનું બજેટ ધરાવતી સુરત મનપાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓ અને વડીલો નીચે બેસીને વાંચવા મજબુર થયા છે.
આ મુદ્દે ‘આપ’ (Aap ) કોર્પોરેટર ( corporater ) મહેશ અણઘણે (mahesh Anghan ) જણાવ્યું હતું કે, સરથાણા વિસ્તારના વાંચનાલયમાં ખુરશીઓની ઘટ બાબતે અહીં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલાય સમયથી ફરિયાદ હતી. આ બાબતે સુરત મનપાના (SMC) સેન્ટ્રલ સ્ટોરને ૧૦૦૦ કરતા પણ વધારે ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ આજદિન સુધી એકપણ ખુરશી અહીં પહોંચી નથી. સુરત મહાનગરપાલિકાનું રૂ.૧૦,૦૦૦ કરોડથી પણ વધુનું બજેટ છે, તે સુરતની જનતાના વેરાના પૈસાથી બને છે. પાલિકાને ટેક્ષ ચૂકવનાર નાગરિકોમાં બાળકોને જ જો સુવિધા ન મળતી હોય તો સવાલ એ થાય છે કે પાલિકા તંત્ર અને ભાજપ શાસકો શું કરે છે? એક વર્ષ પહેલાં પણ જયારે આ ફરિયાદ ઉઠી હતી ત્યારે ખુરશી માટે ચીમકી આપવી પડી હતી ત્યારે માંડ માંડ ૨૫ ખુરશીની વ્યવસ્થા કરી હતી તે પણ સાવ હલકી કક્ષાની આપેલી હતી. સવાર સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને વડીલો વાંચન માટે અહીં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ બેસે કે વડીલો બેસે તે સમસ્યા સર્જાય છે.