સુરત : કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો
રોડ નહિ તો ટેક્ષ નહિ ના નારા સાથે પ્લે કાર્ડ અને બેનરો લઈ વિરોધ કરાયો
વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે નંબર ૪૮ પર પડેલા ખાડા ને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો
નેશનલ હાઈવે નંબર ૪૮ પર ઠેરે ઠેર ખાડાઓ પડી ગયા છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી ઓવરબ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રોડ નહિ તો ટેક્ષ નહિ ના નારા તેમજ પ્લે કાર્ડ અને બેનરો લઈ વિરોધ ની સાથે ખાડા નું પુજન કરવામાં આવ્યું હતું સાથેજ ખાડામાં બેસી ને વિરોધ કરતા પોલીસે તમામ ને ટીંગાટોળી કરી ને રોડ ની સાઈડે કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા
