ભાવનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ
ભાજપ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું
ભાવનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા જવાના એલાન બાદ ભાજપ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું
દિલ્હી સ્થિત જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પેપર ફૂટવાના તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામાં ની માગ સાથે વિશાલ આંદોલન તેમજ ભૂખ હડતાળ ચાલી છે.આ આંદોલન ને સમર્થન આપવા યુવાઓ સ્વૈચ્છીક જોડાઈ રહ્યા છે ત્યારે નેતા વિપક્ષ રાહુલ ગાંધી પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં બહાર આવ્યા છે.આજરોજ ભાવનગર કોંગ્રેસ દ્વારા પણ ભાજપ ના કમલમ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન નું એલાન કરતા ભાજપ કાર્યલયને ભાવનગર પોલીસ દ્વારા પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.ફક્ત વિરોધ પ્રદર્શન ન કરી શકે તે માટે મસમોટો પોલીસ કાફલો કાર્યાલય તરફ ના મુખ્ય માર્ગો ઉપર ખડકી દેવામાં આવ્યો હતો.પોલીસના આટલા કડક બંદોબસ્ત છતાં પણ કોંગ્રેસના અમુક કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી પહોંચવામાં સફળ થયા હતા અને નારાઓ લગા
