સુરતમાં પનીર-ચીઝના સેમ્પલ ફેઈલ, આરોગ્ય વિભાગની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પનીર-ચીઝના સેમ્પલ ફેઈલ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
છ ખાણીપીણીની સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ
હિંગળાજ ડેરીથી લઈને રેસ્ટોરન્ટ સુધી તપાસનો દોર
આરોગ્ય વિભાગે નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાણી પીણીની છ જેટલી સંસ્થાઓમાં દરોડા પાડી પનીર અને ચીઝના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હોય જેઓના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા તેઓ સામે કાર્યવાહી કરી હતી.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઉનાળાને લઈ અનેક ખાણીપીણીની લારી અને દુકાનોમાં તપાસ કરાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પનીર અને ચિઝના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડ્યા હતા અને નમૂના લેવામાં આવ્યા હતા. જે નમુના પુઠ્ઠકરણ માટે વેસુ ખાતે આવેલ લેબમાં મોકલી અપાયા હતાં. આખરે નમુના સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બમરોલી ખાતે આવેલ હિંગળાજ ડેરી, ન્યુ સીટી ખાતે આવેલ ટોનીટોપ પીઝા, સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ઓરેન્જ ઈન્ટરનેશનલ, હોડી બંગળા ખાતે આવેલ શ્રી ભાગ્ય ડેરી, સુરત સ્ટેશન ખાતે આવેલ હોટલ સિફટ અને ફરમાઈશ રેસ્ટોરન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા. જ્યાં તમામ સંસ્થાઓના પનીર તથા ચીઝના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *