અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં મારામારી કેસમાં કાર્યવાહી.
ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોધાવી
પોલીસે વિદ્યાર્થીના વાલીને નોટિસ મોકલી.
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં હુમલાના કેસને લઈ ફરિયાદી વિદ્યાર્થીના વાલીને નોટિસ આપી છે અને હુમલો કરનાર સગીર હોવાથી વાલીને નોટિસ આપી છે, વાલીઓને બાળકને લઇ હાજર રહેવા નોટિસ આપી છે
અમદાવાદ ખોખરાની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી વખત મારામારીની ઘટનાને લઈ વિવાદમાં આવી છે. જેમાં ગુરુવારે પોરણ-૭ના વિધાર્થીને તેની સાથે ભણતા ત્રણ વિધાર્થીએ વોશરૂમમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ભોગ બનનારી વિદ્યાર્થી મોનિટર હોવાથી સ્કૂલ છુટતા ગોપ લાઇ નમાં ન ચાલતા તેમને લાઈનમાંથી બહાર કાઢતા ઝઘડો થયો હતો. મહત્વનું છે કે સ્કૂલતંત્રને લેખિતમાં વાલીએ અરજી કરી હોવા છતા કાર્યવાહી નહી કરી હોવાનું સામે આવ્યુ હતું. આ અંગે સગીર વિધાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોધાવી છે, બ્લેડથી હુમલાની ઘટના બનતા સ્કૂલમાં ખાનગી ડ્રેસમાં પોલીસકર્મીઓ મુકવામાં આવ્યા છે તો સ્કુલની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અગાઉ વિદ્યાર્થીની હત્યાના બનાવમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરુર પડી હતી
વટવામાં રહેતા 45 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો 12 વર્ષીય પુત્ર સેવન્થ ડે સ્કૂલમાં ધો- 7 માં અભ્યાસ કરે છે. પરિવારે પુત્રને ઘટના અંગે પૂછતા જણાવ્યુ કે તે કલાસમાં મોનિટર છે જેથી 4 ફેબ્રુઆરીએ બપોરે સ્કૂલ છુટી તે સમયે વિધાર્થી બધા વિધાર્થીને એક લાઈ નમાં કરાવતો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા. જેવી સાઇડમાં ઉભા રહેવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બીજા દિવસે ૧૨ વધીય વિધાર્થી સ્કૂલમાં કલાસમાંથી લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે ત્રણેય વિદ્યાર્થીએ બ્લેડથી હૂમલો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસે ત્રણેય વિદ્યાધીને ભોલાવીને પુછપરછ હાથ ધરી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
