સુરતમાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી
પીસીબીની ટીમે દેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા
દેશી દારૂનો 4 લાખથી વધુનો જથ્થો મળી આવ્યો
સુરતમાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની પીસીબીની ટીમે દેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિહ ગહલૌત દ્વારા શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ સદંતર નાબુદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોય જેને લઈ પીસીબીની ટીમ પીઆઈ આરએસ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એસઆર પટેલની ટીમના એએસઆઈ દિપસિંહ તથા અહેકો વિક્રમભાઈને મળેલી બાતમીના આધારે ખજોદ ચોકડી પાસેથી અશોક લેયલેન્ડ ટેમ્પાને આંતરી તપાસ કરતા તેમાંથી દેશી દારૂનો 4 લાખથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ સહિતની મત્તા સાથે રીતેષ વિનોદ પવાર અને શીવમ રૂપેન્દ્ર મિશ્રાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર મનન ઉર્ફે કાનો અને દારૂનો જથ્થો ભરી આપનાર અર્જુનને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
